પ્રગતિ હાઈસ્કૂલ - વડેલા
દાહોદ

   
Pragati High School - default

મુખ્ય પાનું

આચાર્યનો સંદેશ

શાળા એ વિદ્યાનું મંદિર છે. શિક્ષણ, સંસ્કૃતિ, શિસ્ત તેમજ સંસ્કારનું સિંચન થાય છે એ શાળાની આગવી પ્રણાલી છે. શાળામાં સાંસ્કૃતિક ઈતર પ્રવૃત્તિઓ, પરીક્ષાનું આયોજન, તહેવારોની ઉજવણી, શાળા પંચાયતની ચૂંટણી, શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવે છે શાળામાં પરિવારની ભાવનાને જાગૃત કરે એવા શાળાના ટ્રસ્ટી, આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે સેતુ સમાન છે. શાળાએ વિવિધ પધ્ધતિથી શૈક્ષણિક અનુભવોની સાથે - સાથે જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં અદ્યતન શૈક્ષણિક પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જેનું સમગ્ર સંચાલન વિષય શિક્ષકો દ્વારા જ થાય છે.

અમારી શાળાના શિક્ષકો યુવાન, ઉત્સાહી હોવાથી સમગ્ર જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે છે. સદર શાળામાં બાળકોને માત્ર પુસ્તકીય જ્ઞાન જ નથી અપાતુ પણ બાળકોના સર્વાગી વિકાસને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. શાળા જ બાળકોમાં સંસ્કાર નિર્માણ અને આદર્શ માનવનું નિર્માણ કરી શકે છે આજના યુગમાં શિક્ષણનાં સાધનો વધ્યાં છે. ભણાવવાની ટેકનિકો વધી છે. સાથે - સાથે ભણાવનારાઓની સંખ્યા પણ વધી છે. અભ્યાસક્રમ પણ કઠીન થયો છે. છતાં સાચું શિક્ષણ જાણે કે ખોવાઈ ગયું છે. ત્યારે એક સાચો શિક્ષક વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓને તેમની ઉંમર પ્રમાણે શિક્ષણ સાથે માર્ગદર્શન આપીને જીવન માટે તૈયાર કરે છે. ખરેખર આજના આદર્શ શિક્ષક અને શિક્ષિકાઓ પુસ્કતકીય જ્ઞાન આપવાની સાથે સાથે બાળકોને માનવીય મૂલ્યો અને જીવનના આદર્શ પૂરા પાડે છે. એ જ આજના યુગમાં જરૂરી છે. જે આજના યુગમાં એક કાલ્પનિક શુભ સંદેશ છે.

શ્રી ચૌહાણ નરેન્દ્રસિંહ ધમીરસિંહ
આચાર્યશ્રી
 

ધ્યેય કથન

(1) વિકાસશીલ
(2) ક્રિયાત્મક
(3) સર્જનશીલ
(4) સમજૂ અને શિસ્ત
(5) આત્મવિશ્વાસ

દ્રષ્ટિ કથન

(1) સમાજમાં ઝડપી સુધારો અને વિકાસ માટે ભાગીદાર બનવું.
(2) મુશ્કેલીઓનું નિરાકરણની પધ્ધતિ અપનાવવી.
(3) સારા ગુણો મેળવવા.
(4) ધ્યેયને પ્રાપ્ત કરવા માટે અવનવી પધ્ધતિઓ શીખવવી.
(5) પ્રતિષ્ઠિત વ્યકિતઓનું સન્માન કરવું.