પ્રગતિ હાઈસ્કૂલ - વડેલા
દાહોદ

   
Pragati High School - nivedan

સંદેશ

પ્રમુખશ્રીનો સંદેશ

" ખેલેગેં કૂદેંગે તો હોંગે ખરાબ
પઢેંગે લીખેંગે તો બનેગેં નવાબ "

આ ઉકિત આમ જોઈએ તો બરાબર છે. પણ રમવાથી બાળક બગડી જતો નથી. રમત દ્વારા જ બાળકનો સંપૂર્ણ સર્વાંગી વિકાસ થાય છે. સાથે - સાથે બાળકના જીવનઘડતર માટે શિક્ષણ અને તેની સાથે સર્વાંગી વિકાસ રમતાં રમતાં પાર પાડવાનું છે. જેથી બાળકની મગજશકિતનો વિકાસ થાય. ગુણોનો વિકાસ થાય. શિસ્તતા, નેતૃત્વના ગુણો કેળવાય.

બાળકોના વિકાસ માત્ર તેના અપાતાં ખોરાક પર નિર્ભર છે. તેમ નથી તેને અપાતા ખોરાકની સાથે સાથે તે ખોરાક પાચન થાય તેવો હોવો જોઈએ. બાળકોને ખાવા - પીવા, વહેલા ઉઠવા, સાંજે નિયત સમયે સૂવાની ટેવ, માતા - પિતા સાથે એક દિવસમાં એક ટાઈમ જોડે જમવાનું જેનાથી બાળકને પણ ખ્યાલ આવી શકે કે મારા માતા - પિતા કેટલું ધ્યાન રાખે છે. મારી કેટલી કાળજી લે છે. એજ ઉદેશ.